ભારતના રાષ્ટ્રીય અવૉર્ડ

 ભારતના રાષ્ટ્રીય અવૉર્ડ


ભારતરત્ન : સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજસેવા જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપવા બદન મહાનુભાવોને ભારત સરકાર તરફથી 'ભારતરત્ન'નો સૌથી મોટો અવૉર્ડ આપવામાં આવે છે.

પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી : કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરના મહાનુભાવને ભારત સરકાર તરફથી આ અવૉર્ડ્સ આપવામાં આવે છે. આ ત્રણેય અવૉર્ડ્સમાં 'પદ્મવિભૂષણ'- અવૉર્ડ સૌથી ઉચ્ચ કક્ષાનો છે.

જળ, જમીન કે હવામાં દુશ્મનને પછાડનાર, યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા આત્મબલિદાન આપનાર લશ્કરી દળોના સભ્યોને નીચેના અવૉર્ડ આપવામાં આવે છે :

(૧) પરમવીર ચક્ર – પ્રથમ ઉચ્ચતમ અવૉર્ડ

(૨) મહાવીર ચક્ર - દ્વિતીય ઉચ્ચતમ અવૉર્ડ

(૩) વીર ચક્ર - તૃતીય ઉચ્ચતમ અવૉર્ડ

• અર્જુન અવૉર્ડ : રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર સ્ત્રી-પુરુષ ખેલાડીને આ અવૉર્ડ આપવામ આવે છે.

દ્રોણાચાર્ય અવૉર્ડ : જુદી જુદી રમતોમાં પ્રશિક્ષક તરીકે નોંધપાત્ર ફાળો પ્રદાન કરનારને આ અવૉ અપાય છે.

જ્ઞાનપીઠ અવૉર્ડ : જુદી જુદી ભારતીય ભાષાઓમાં સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રદાન કરનાર- ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આ અવૉર્ડ અપાય છે.

Post a Comment

0 Comments