ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બદલીથી આવેલ શિક્ષકશ્રીઓનું હાર્દિક સ્વાગત અને સન્માન

  

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બદલીથી આવેલ શિક્ષકશ્રીઓનું હાર્દિક સ્વાગત અને સન્માન

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં બદલીથી ચીખલી તાલુકામાં ફરજ પર જોડાયેલા શિક્ષકશ્રીઓના સન્માનાર્થે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રાજુભાઈ પટેલ, કેળવણી નિરીક્ષક શ્રી રાજેશભાઈ પટેલ, ચીખલી બી.આર.સી. શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


પ્રસંગે સંઘના હોદ્દેદારો દ્વારા નવા જોડાયેલા શિક્ષકશ્રીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષક એકતા, સહકાર, પરસ્પર વિશ્વાસ અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


વક્તાઓએ જણાવ્યું હતું કે, "દૂધમાં સાકર ભળે તેમ નવા શિક્ષકમિત્રો ચીખલી તાલુકાના શિક્ષક પરિવાર સાથે એકરૂપ બની શિક્ષણના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સુખ-દુઃખના દરેક પ્રસંગે પરસ્પર સહયોગ અને વિશ્વાસ જ આપણી સંસ્થાની આગવી ઓળખ અને સંસ્કૃતિ છે."


અંતમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ નવા શિક્ષકશ્રીઓને તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે સંઘ હંમેશા તેમની સાથે રહી સહયોગ આપશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી હતી.


Post a Comment

0 Comments