હાસ્ય કથાઓ

 


ભાષાનો છબરડો !

 

અમેરિકામાં જ્યારે તમે આપત્તિમાં આવી પડો અને પ્રાર્થના

કરી ભગવાનને યાદ કરો ત્યારે મહેરબાની કરીને બીજી કોઈ

ભાષામાં નહિ પણ અંગ્રેજી ભાષામાં જ કરજો.

કોને ખબર ક્યારે ભાષા ફેરના છબરડામાં તમારે વધારે સહન

કરવાનું પણ થાય !

આવા ભાષાના છબરડામાં સપડાયેલ  આપણા એક દેશી

ભાઈનો અમેરિકામાં બનેલો આ રમુજી પ્રસંગ નીચે વાંચો.

એક સવારે અમેરિકામાં રહેતા બહું જ ધાર્મિક પ્રકૃતિના એક

ગુજરાતી ભાઈ એમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ

એમને ભારે હાર્ટ એટેક આવ્યો.

કોઈએ ખબર આપી હશે એટલે એમને લઇ જવા માટે

એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સમાં અર્ધ બેભાન અને ગંભીર

અવસ્થા સપડાયેલ આ ભાઈને લાગ્યું કે મારો અંત હવે નજીક

છે. એટલે ભગવાનમાં અપાર શ્રધા ધરાવનાર આ ધાર્મિક દેશી ભાઈએ ભગવાનનો જાપ શરુ કરી દીધો:

”હરિ ઓમ ..હરિ ઓમ … હરિ ઓમ ……

એમના પતિને લઈને એમ્બ્યુલન્સ ઘર આગળ ઉભેલી જોઈને

એમનાં પત્ની ઘરમાંથી બહાર દોડી આવ્યાં.આવી સ્થિતિમાં

પતિને હોસ્પિટલને બદલે ઘેર લઇ આવવા માટે 

મ્બ્યુલન્સના મેડીકલ સ્ટાફ ને ઉદ્દેશીને ગુસ્સાથી બરાડી

ઉઠ્યાં:

“તમે લોકો કેવા છો.એમને અહીં લાવવાની શું જરૂર

હતી.સીધા હોસ્પિટલ કેમ ના લઇ ગયા ?.”

અમેરિકન મેડીકલ સ્ટાફના માણસોએ (અંગ્રેજીમાં) કહ્યું:

”અમે શું કરીએ, તમારા પતિ અમને વારંવાર કહી રહ્યા હતા. 

Hurry home ,Hurry home, Hurry home!’ 

___________________________________

(૨ ) સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?

આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ

પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર 

અલકમલકની વાતો કરતાં બેઠાં છે.આનંદ સોફ્ટવેર 

એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં મેનેજરની જોબ 

કરે છે. નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધેવાતો 

કરવાનો બહું સમય મળતો નથી એટલે સાંજે ડીનર 

પતાવીનેદિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી 

ટીવી જોઇને સુઈ જવાનો નિત્યક્રમ થઇ ગયો છે.

મંજરી આનંદને પૂછે છે : 

બોલ આજની શી નવાજુની.?”

આનંદ : 

અરે હામંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ

પેપરમાંવાંચ્યું  કે સામાન્ય રીતે પુરુષો દરરોજ જેટલા શબ્દો

બોલે છે એનાથી બમણા શબ્દો  સ્ત્રીઓ બોલતી હોય છે.હું જાણું

ને ,દરેકસ્ત્રી સ્વભાવે જ બોલકી હોય છે.”

મંજરી થોડી વારચુપ રહી ,

પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી : 

“સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું  બોલે છે એનું એક કારણ છે .”

આનંદ:

બોલશું કારણ છે ?”

મંજરી :

કારણ એ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત

કરે છે ત્યારે પહેલી વખત તો જાણે એને કશુંસમજાતું ન હોય

એમ એજ વાત ફરી પૂછે છે. પછી પત્નીને એજ વાત ફરી

કહેવી પડે છે.”

આનંદ :

શું કહ્યું ?”

મંજરી :

જોમારી વાત સાચી નીકળી ને ?”

હવે ચુપ રહેવાનો વારો આનંદનો હતો!

સંકલન –વિનોદ આર. પટેલ 

______________________________________________________

પતિ-પત્નીની એક જોક

એકવાર પતિએ પત્નીને કહ્યું :

“મને એ નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર અને બુધ્ધુ

બન્ને કઈ રીતે હોઈ શકે ?”

પત્નીએ જવાબ આપ્યો :

“હું તમને સમજાવું.ભગવાને મને સુંદર બનાવી જેથી તમે

મારા તરફ આકર્ષાવ  અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે

બનાવી જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”

________________________________________________________ 




Post a Comment

0 Comments