Dang news : રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ થી સન્માનિત શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલનુ તેમની શાળામા ભવ્ય સ્વાગત કરાયુ :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૦: તાજેતરમા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન સંમારોહ યોજાયો હતો. જેમા ડાંગ જિલ્લાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામા આવ્યા હતા.
ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના બાળકોમા શિક્ષાનું સિચંન કરવાના ઉદેશ્યથી સરકારી માધ્યમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર શ્રીમતી બીજુબાલા પટેલે, પોતાની ૧૫ વર્ષ ઉપરાંતની કારકિર્દીમા, ગુણોત્સવ જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારતા અનેક કાર્યક્રમોમાં બાળકોની અભિરુચિ વધારવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે.
સાથે સાથે તેઓ ગણિત-વિજ્ઞાન મંડળના કન્વીનર હોવાને નાતે, વિજ્ઞાન પ્રયોગ શાળામા હાથ ધરાતા પ્રાયોગિક કાર્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇકો કલબ અને પર્યાવરણીય કાર્યક્રમો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન મેળા સહિત સ્વચ્છ્તા, અને શૈક્ષણિક પ્રવાસ જેવા વૈવિધ્યસભર કાર્યક્રમોમા, ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો છે.
શ્રીમતી બીજુબાલા પટેલે શાળામા ‘અટલ રોબોટિક લેબ’ શરૂ કરી, શાળાના બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તે માટે તેઓના સધન પ્રયાસો હાથ ધર્યા છે.
ત્યારે આ શિક્ષિકાની કામગીરીની નોંધ લઇ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ થી તેમને સન્માનિત કરવામા આવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરીને ડાંગ પધારેલ શ્રીમતી બીજુબાલા પટેલનુ, સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-આહવાના બાળકો, શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રી દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.
0 Comments