શિક્ષક : પ્રતિભાબીજની માવજત કરનાર માળી

 શિક્ષક : પ્રતિભાબીજની માવજત કરનાર માળી


હેરાન કરે છે, તો આપ ધ્યાન રાખજો. એમાંય એક આગેવાન વિધાર્થી સચીન તો ભયંકર તોફાની છે. તેનું ભણવામાં ધ્યાન નથી હોતું, માત્ર તોફાન-મસ્તીમાં જ તેને રસ હોય છે. સર કહે વારું, હું ધ્યાન રાખીશ. આપે માહિતી આપી તે બદલ આભાર...અને તે વર્ગમાં ગયા. પછી બીજા શિક્ષકો બોલ્યા કે, થોડી વારમાં ભયંકર અપમાનીત થઇને વિલે મોઢે પાછા આવશે. શિક્ષકે ક્લાસમાં જઇને કહ્યું કે, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું કશું ભણાવવાનો નથી, પરંતુ મારા જીવનની કેટલીક અંગત વાતો હું આપની સમક્ષ કરવાનો છું. શિક્ષકે પોતાના જીવનની સંઘર્ષકથા કહી. પોતાના નિજી જીવનની ઘટનાઓનું વૃત્તાંત તેમણે એવી રીતે કહ્યું કે વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બની સાંભળતા જ રહ્યા. છેલ્લે ભાવુક થઇને તેમણે એટલું કહ્યું કે, મારે આપને માટે માત્ર બે મિનિટ વાત કરવી છે. વિદ્યાર્થીજીવન એ તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. 

તમારી કારકિર્દીનો આ થોડાં વર્ષો પછી મધુકાન્ત સરની શાળાના પ્રિન્સિપાલ તરીકે નિમણુંક થાય છે. સૂટ-બૂટમાં સજ્જ એક યુવાન કેબિન બહાર ઊભો રહીને પૂછે છે, મે આઈ કમીન સર ? સર કહે, આવો.


પાયો છે. માતા-પિતાએ તમારા માટે આશાના મિનારા બાંધ્યા છે, તેને ધ્વંસ થવા ન દેતા. આ સમયનો સદ્ઉપયોગ કરી માત્ર અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો જીવન ઉજ્જવળ બનશે. પુસ્તક લઇને સર જવા માટે ડગ ઉપાડે છે ત્યાં વિધાર્થીઓ કહે છે કે સર, હજુ વીસ મિનિટ બાકી છે. અમને ભણાવો. ક્લાસ પૂરો થયા પછી સરે સચીનને રોકાઈને મળવાનું કહ્યું અને તેને કહ્યું કે, તને કઈ કઈ પ્રવૃત્તિમાં રસ છે ? અને પછી કહે, મેં હસ્તરેખાશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તારો હાથ બતાવ. હાથ જોઇને સર કહે કે, તારી રેખામાં સ્પષ્ટ જણાય છે કે તારામાં ખૂબ જ મોટા એન્જિનીયર થવાની શક્યતા દેખાય છે. વળી તે હમણાં જ કહ્યું કે, તને ગણિતના વિષયમાં વધુ રસ છે.


અંદર આવીને સરને પગે પડીને કહે છે, સર હું સચીન, આપનો વિદ્યાર્થી. આપે કહેલું, તું મોટો એન્જિનીયર બનીશ. આપના આશીર્વાદથી હું એન્જિનીયર થયો અને આર્જે સરકારના એક મોટા પ્રોજેક્ટમાં ચીફ એન્જિનીયર તરીકે નિમણુંકપત્ર મળ્યો એટલે આપના આશીર્વાદ લેવા આવ્યો છું. સર કહે. શુભમ્ ભવ.

નરહરી માસ્તરે પોતાની પત્નીને કહ્યું કે, પાસબુક આપો, મારે બેંકમાં પેન્શન લેવા જવું છે. પત્ની પ્રભાદેવીએ ચેકબુક વગેરે હાથમાં આપતાં કહ્યું કે, હવે તમે લાકડી ટેકાવતા ઠક.. ઠક કરતા ક્યારે પહોંચશો ? તમારા કોઇ ભૂતપૂર્વ વિદ્યાર્થીને કહો તો એ બેંકમાંથી પૈસા લઇ આવશે. માસ્તર કહે, પ્રભા ! હવે વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે એવો પ્રેમ ક્યાં રહ્યો છે કે એને કામ કરવા કહેવાય ? ' હું જાઉં છું. બે-ત્રણ કલાકે પાછો આવી જઈશ.

માસ્તર બેંકમાં પહોંચે છે. એક વ્યક્તિ આવીને તેમની પાસબુક, ચેકબુક લઇ જાય છે અને કહે છે કે, તમે અહીં બેસો. પાંચ મિનિટમાં માસ્તર માટે એક ચાનો કપ આવે છે. ચા પીતા પીતા માસ્તર વિચારે છે કે, ચા પાય એટલે હવે દોઢ-બે કલાક પાકા. પાંચ- સાત મિનિટમાં એ વ્યક્તિ આવે છે. પગે લાગી, ચરણસ્પર્શ કરી અને કહે સર, લો આ ચેકબુક, પાસબુક ને સંભાળો પૈસા. માસ્તર કહે ભાઈ, તું કોણ ? મેં ન ઓળખ્યો. સર, હું પ્રશાંત, નવમાં ધોરણનો તમારો વિદ્યાર્થી. પરીક્ષામાં હજુ તો નકલ કરવાની કોશિશ કરતો હતો ત્યાં પ્રિન્સિપાલે પકડયો રસ્ટિગેટ કરવાની વાત કરી. તમે ભલામણ કરી મને બચાવ્યો. ત્યાર પછી હું ધ્યાન દઇને આગળ ભણ્યો ને આજે આ બેંકના મેનેજરપદે આવ્યો છું તે આપના આશીર્વાદથી. સર, આ મારું કાર્ડ લો. જરૂર પડે મને જરૂર ફોન કરજો, એમ કહી પ્રશાંત દલાલ મેનેજરની કેબિનમાં ગયા. આવા શિક્ષકો કે વિદ્યાગુરુ પ્રતિભાબીજની માવજત કરનાર માળી કહેવાય.

Post a Comment

0 Comments