9જુન 1989ના દિવસે પાંડુંરંગદાદાએ હીરા ઘસુને રત્નકલાકાર નામ આપેલું

 9જુન 1989ના દિવસે પાંડુંરંગદાદાએ હીરા ઘસુને રત્નકલાકાર નામ આપેલું

Image courtesy: google


વનિતા વિશ્રામ ખાતે પ્રથમવાર રત્નકલાકારોનું સંમેલન યોજાયું
9 જુન 1989ના દિવસે પાંડુંરંગદાદાએ હીરા ઘસુને રત્નકલાકાર નામ આપેલું.

રત્નને આકાર આપો છો તેથી તમે સામાન્ય નથી રત્નકલાકાર છો.

સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગશાસ્ત્રી આઠવલેજીએ 9મી જૂન 1989માં હીરાઘસુને રત્નકલાકાર નામ આપી તેઓનું સામાજિક ગૌરવ વધાર્યું હતું.

વર્ષો પહેલા હીરા ઉદ્યોગમાં કામ કરતા કારીગરોને હીરાઘસુ કે ઘસ્યાઓ જેવા નામથી સંબોધવામાં આવતા હતા. તે સમયે સુરતમાં શરૂ થયેલી સ્વાધ્યાય પ્રવૃત્તિએ રત્ન કલાકારોમાં સંસ્કારીતા અને ગૌરવ માટે ગીતાના વિચારોના માધ્યમથી પ્રવૃત્તિ શરૂ કરી હતી. ધીમે ધીમે લાખો લોકો સ્વાધ્યાય પરિવારમાં જોડાતા ગયા. 9મી જૂન-1989ના દિવસે વનિતા વિશ્રામ ખાતે સુરતમાં પ્રથમ વખત ખૂબ મોટું રત્નકલાકારોનું સંમેલન યોજાયું હતું. તેમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ સંબોધન કરતા કહ્યું હતું કે તમે દુનિયાની શ્રેષ્ઠ અને અમૂલ્ય ચીજ રત્નને આકાર આપો છો તેથી તમે સામાન્ય નથી તમે રત્નકલાકાર છો. ગીતામાં બતાવેલા દેવી ગુણો અને હીરાના  56 પાસાઓને અલગ અલગ ગુણો દર્શાવીને રત્ન કલાકારોના જીવનમાં નૈતિકતા અને ગૌરવ પ્રસ્થાપિત કર્યા હતા. ત્યારથી હીરાનું કામ કરતા કારીગરોને હીરાઘસુંને બદલે રત્નકલાકાર તરીકે સંબોધન થવા લાગ્યુ. આજે માત્ર સુરત જ નહીં પરંતુ દેશ અને આ દુનિયામાં રત્નકલાકાર શબ્દ પ્રચલિત થયો છે.
પાંડુરંગદાદાએ સામાજિક ગૌરવ વધાર્યું

આજે સુરત, નવસારી, મુંબઈ, અમદાવાદ અને સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં 20 લાખથી વધારે પરીવારો હીરા ઉદ્યોગથી રોજી રોટી મેળવે છે. હીરાઘસુને રત્ન કલાકાર નામ આપવાથી સામાજિક ગૌરવ વધ્યું છે. દાદાએ માત્ર નામ આપ્યું એટલું જ નથી પરંતુ ગીતાના વિચારો અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સમજાવીને પ્રમાણિકતા, નિષ્ઠા એવા અનેક ગુણો ખીલવ્યા છે.  જગદીશભાઈ ખુંટ, પ્રમુખ, સુરત ડાયમંડ એસોસિયેશન
Post credit : Divya Bhaskar news

Post a Comment

0 Comments