આવતા મહિને બોઈંગ સ્ટારલાઇનરની સમાનવ અવકાશયાત્રામાં જોડાશે
ભારતીય અમેરિકન મહિલા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આવતા મહિને અવકાશયાત્રા કરશે. તે અવકાશમાં આવેલ આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર જશે અને તેમના જીવનની આ ત્રીજી અવકાશયાત્રા હશે.
બોઈંગ સ્ટારલાઈનરની આ પ્રથમ સમાનવ અવકાશયાત્રાના અવકાશયાનનું પાયલોટિંગ સુનિતા વિલિયમ્સ પણ કરશે. આ અવકાશયાત ૧ જૂનથી ૫ જૂન વચ્ચે લોન્ચ થવાની અપેક્ષા રાખવામાં આવે છે. ૫૮ વર્ષીય સુનીતા આ પહેલાં બે વખત અવકાશયાત્રા કરી ચુક્યા છે. આવતા મહિનાની આ અવકાશયાત્રામાં સુનીતા વિલિયમ્સની સાથે બીજા અવકાશયાત્રી બચ વિલમોર હશે. તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર જવા રવાના થશે. સુનીતાના પિતા દીપક પંડ્યા મૂળ ગુજરાતી છે જ્યારે માતા ઉર્સુલીન બોની એ મૂળ સ્લોવેન-અમેરિકન છે. સુનીતાનો જન્મ અમેરિકાના ઓહીયો સ્ટેટના યુકલીડમાં થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ટેકનીકલ ખામીને કારણે બોઇંગના અવકાશયાનની ફ્લાઈટ મુલતવી રહી હતી.
0 Comments