સુનીલ દત્તની પુણ્યતિથિ : ૨૫ મી મે

 સુનીલ દત્તની પુણ્યતિથિ : ૨૫ મી મે

સુનીલ દત્તનો જન્મ ૬ જૂન, ૧૯૨૯ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ ૨૫ મે, ૨૦૦૫ના રોજ થયું હતું. તેઓ અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને રાજકારણી હતા. દત્તને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ૧૯૬૮માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુનીલદત્તે ૧૯૫૫માં હિન્દી ફિલ્મ રેલવે પ્લેટફોર્મ સાથે ડેબ્યૂ કર્યું હતું.
     એક હી રાસ્તા (૧૯૫૬), મધર ઈન્ડિયા (૧૯૫૭), સાધના
(૧૯૫૮) જેવી અત્યંત સફ્ળ અને વખાણાયેલી ફિલ્મોથી તેઓ પ્રખ્યાત થયા અને ૪૮ વર્ષની કારકિર્દીમાં ઘણી લોકપ્રિય અને આઈકોનિક ફિલ્મો આપી. દત્તે ૧૯૫૮માં તેમની મધર ઈન્ડિયાની સહ-અભિનેત્રી નરસિસ સાથે લગ્ન કર્યા હતા. 

તેઓને ત્રણ બાળકો હતા, જેમાં અભિનેતા સંજય દત્તનો સમાવેશ થાય છે. ૧૯૮૪માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને મુંબઈ ઉત્તર પશ્ચિમના મતદારક્ષેત્રમાંથી પાંચ વખત સંસદમાં ચૂંટાયા. તેઓ મનમોહન સિંહ સરકાર (૨૦૦૪-૨૦૦૫)માં યુવા બાબતો અને રમતગમત મંત્રી હતા અને મુંબઈના ભૂતપૂર્વ શેરિફ પણ હતા.

Post a Comment

0 Comments