મધમાખીનું વજન ગામના દસમા ભાગનું હોય છે. મધમાખીનું રિમૂવલ ફોર્સ તેના શરીરના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 19 ગણું વધારે હોય છે. મધમાખીની રાણીનું કાર્ય માત્ર ઈંડાં મૂકવાનું જ હોય છે. તે દરરોજ બેથી ત્રણ હજાર જેટલાં ઈંડાં મૂકી શકે છે. રાણી માખી બેથી ૩ વર્ષ સુધી સારી રીતે કાર્ય
કરે છે અને નવ વર્ષ સુધી જીવે છે. ઈંડામાંથી પુખ્ત રાણી બનતા ૧૫થી ૧૬ દિવસ લાગે છે.
• મધમાખી વસાહતની ચોકીદારી કરવી, મીણ ઉત્પન્ન કરી મધપૂડો બનાવવો, ખોરાક માટે પરાગરજ અને મધુરસ લાવવા તેમજ ખોરાકની શોધ કરવી વગેરે જેવા જરૂરી દરેક કાર્યો કરે છે. કોશેટા- અવસ્થા પૂરી થયા પછી તેમાંથી પુખ્ત કામદારો નીકળે છે, જે ત્રણ અઠવાડિયાં પછી મધપૂડા બહારનાં કાર્યો માટે સક્ષમ બને છે. કામદાર માખી પોતાના આત્મરક્ષણ માટે ફેરોમોન છોડે છે.
મધમાખી મધપૂડામાં ઠંડી અથવા ગરમીનું યોગ્ય પ્રમાણ પણ જાળવી રાખે છે. ઠંડીના દિવસોમાં એક-બીજી માખી પર ગોઠવાઈ પગ ઘસે છે. પરિણામે ગરમી ઉત્પન્ન થાય છે અને બહારના હવામાન કરતાં લગભગ ૬.૬ સે. જેટલી વધારે ગરમી મધપૂડામાં જાળવી શકે- છે. જ્યારે ગરમી વધારે હોય ત્યારે માખીઓ પાંખો હલાવી પવન નાખે છે. પરિણામે મધપૂડામાં બહારના હવામાન કરતાં ઓછી ગરમી હોય છે.
• મધ એ ખરેખર મધમાખીઓએ ફૂલોમાંથી ભેગો કરેલો મધુરસ નથી પરંતુ કામદારો પોતાની લાળ સાથે મધુરસને જઠરમાં ભેગો કરી ત્યારબાદ તેને બહાર કાઢી મીણ કોઠીમાં ભરે છે. મધ કોઠીમાં- ભર્યા પછી તેમાં વધારાનું પાણી પાંખોથી હવા નાખી ઉડાડી મૂકે છે પછી બરાબર મધ જેવું ઘટ્ટ પ્રવાહી થાય;" ત્યારે પૂડાની કોઠીઓ મીણથી બંધ કરવામાં આવે છે જે કોષ્ટિકામાં i મધ મધ ભરેલું હોય ય તેનું માં, મીણ અને સહેજ પ્રોપોલિશથી સપાટ દ રીતે બંધ કરેલું હોય છે જે પડ એકસરખું સપાટ અને પીળાશ પડતું સફેદ દેખાય છે.
0 Comments