રોબોટિક સર્જનો સાથે વિશ્વનું પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ?

 રોબોટિક સર્જનો સાથે વિશ્વનું પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ?


અમેરિકાની ન્યુરોસાયન્સ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ બ્રેઇનબ્રિજે દાવો કર્યો છે કે તે વિશ્વની પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ વિકસાવી રહ્યા છે.

તેમની વેબસાઈટ અનુસાર, તે “એક અભૂતપૂર્વ ઉપકરણ છે જે ન્યુરોસાયન્સ, હ્યુમન એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રોમાં સીમાચિહ્નરૂપ સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરશે”

રોબોટ્સની મદદથી બ્રેઈનબ્રિજ કેવી રીતે હેડ ટ્રાન્સપ્લાન્ટ કરશે તે દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને તે વાયરલ થયો છે. એનિમેટેડ વીડિયોમાં બે સર્જિકલ રોબોટ્સ એક જ સમયે બે શરીર પર કામ કરતા જોવા મળે છે.

તેઓ એક શરીરમાંથી માથું કાઢીને બીજા શરીર પર મૂકે છે. એનિમેશન આગળ બતાવે છે કે જો આ તકનીક વાસ્તવિકતા બને તો રોબોટ્સ શરીર પર કેવી રીતે કામ કરશે. બ્રેઇનબ્રિજ અનુસાર, આ સિસ્ટમ “હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ માટે ક્રાંતિકારી ખ્યાલ છે, જેમાં અદ્યતન રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સુધારેલા પરિણામો અને ઝડપી રિકવરી સાથે સફળ હેડ અને ફેસ ટ્રાન્સપ્લાન્ટેશન પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરે છે”

Post a Comment

0 Comments