જીંદગી કેવી જીવવી જોઈએ ?


        જીંદગી કેવી જીવવી જોઈએ ?


એક સુથાર હતો.ઘણુ કામ કરીને સારી કમાણી કરતો હતો. એક દિવસ તેણે વિચાર્યું કે , આ બધું છોડીને પરિવાર સાથે અંતિમ દિવસો પસાર કરવા જોઈએ.

વર્કશોપના માલિકને તેણે પોતાનો વિચાર જણાવ્યો. માલિક દુઃખી થયો , તેનો સૌથી વિશ્વસનીય કર્મચારી વિદાય લઇ રહ્યો હતો.

માલિકે થોડું વિચાર્યું અને પછી કહ્યું ,  ચાલ તું મને એક અંતિમ મકાન બનાવી દે. સુથારનું મન માન્યું નહિ તેમ છતાં તેણે કહ્યું , સારું, હું મારા જીવનમાં અંતિમ લાકડાનું ઘર બનાવીશ.

તેણે પહેલાથી જ રિટાયર થવાનો ઈરાદો કર્યો હતો એટલે તેણે માંડ માંડ ઘર પૂરું કર્યું. જોકે , એ ઘર જોઈને કોઈ પણ કહી શકતું હતું કે , આ કોઈ નવા કારીગરે બનાવ્યું છે.

માલિક ઘર જોવા આવ્યા અને બોલ્યા , આ મારા તરફથી તને ભેટ છે. હવે સુથાર દુઃખી થઈ ગયો. વિચારવા લાગ્યો જો આ ઘર મને જ મળવાનું હતું તો હું તેને દુનિયાનું સૌથી શાનદાર બનાવી શકતો હતો.


બોધપાઠ: આપણું જીવન પણ આવું જ છે.તેને સર્વશ્રેષ્ઠ બનાવવાની તક ઈશ્વરે આપણને જ આપી છે.

Post a Comment

0 Comments