કડવું છે પણ સત્ય છે.

 

🙏🤔 વિચારવા જેવી વાત 🤔🙏


અમેરિકામાં દર પાંચ હજારે એક વૈજ્ઞાનિક અને એક શિક્ષક છે. જ્યારે ભારતમાં દર 5 હજારે એક બાવો અને એક અભણ નેતા છે.


મારો મુંબઇમાં ૧૩મે માળે ફ્લેટ છે. મેં ખાસ અપશુકનિયાળ ૧૩ નો આગ્રહ રાખેલો. હજી સુખે થી રહુ છું.


મારી દીકરીએ જાણી જોઇને કમુરતામાં લગ્ન કરેલાં. અને આજે વર્ષો બાદ પણ સુખી લગ્નજીવન માણે છે.


ચમત્‍કારમાં મને લગીરે શ્રદ્ધા નથી, પણ હું સમગ્ર સર્જનને વિરાટ ચમત્‍કાર માનું છું.


થોડા વર્ષો પહેલાં કોઈએ ૧૦ કરોડ રૂપિયાનો મુગટ તિરૂપતીના વેંકટેશ્વર મંદિરને ભેટ આપ્યો, ત્‍યારે મેં લખેલું કે, એ પૈસા આંધ્રપ્રદેશમાં શૌચાલયો બનાવવા માટે વાપરવા જોઇએ.


શ્રદ્ધાળુઓને કહેવાનું છે કે તમે મંદિર જાઓ ત્‍યારે ઇશ્વરને એક સવાલ જરૂર પૂછજો:

'પ્રભુ, તમને કઇ વાતમાં આ દુનિયાનું કલ્‍યાણ દેખાય છે? લોકો દિનરાત તારા ચરણોમાં મંજીરા વગાડતા રહે તેમાં કે સખત પુરુષાર્થ કરી દેશના વિકાસ માટે પ્રયત્‍નશીલ રહે તેમાં...?


જો હું ભગવાન હોઉં તો, મર્યા બાદ મારી પાસે આવનારને એમ નહીં પૂછું કે, તમે રોજ કેટલી માળા કરતા?? કેટલીવાર મંદિરે જતા??

હું તેમને પૂછીશ:

 

તમે કેટલા દુઃખીઓના આંસુ લૂછયા ??

કેટલા ડૂબતાને તાર્યા ??

કેટલા પીડિતોની વહારે ધાયા ??


માનવતાનો પાસપોર્ટ અને સદ્‌કર્મોના સર્ટીફિકેટ વિના હું સ્‍વર્ગનો ‘વિઝા' કોઈ મોટા સંતને પણ નહીં આપું. આજ પર્યંત એકેય સંત એવો પેદા નથી થયો જે પોતાના હજારો અનુયાયીઓ સમક્ષ એમ કહીને છૂટી પડયો હોય કે આ અનંત સૃષ્ટિમાં હું પણ તમારા જેવો સાધારણ મનુષ્‍ય જ છું. મારામાં કોઇ દૈવી શક્‍તિ નથી. મારા ચરણસ્‍પર્શ કરશો નહીં. મારી આરતી ઉતારી મને શરમમાં નાખશો નહીં. મારી શોભાયાત્રા કાઢી મારી વર્ષગાંઠ ઉજવશો નહીં. મારો ફોટો તમારા ઘરના મંદિરમાં મૂકી ભગવાનનું અપમાન કરશો નહીં!


અમુક કહેવાતા સંતો જ્‍યારે લોકોના ખભેથી ફેંકાઇને સીધા જેલની કોટડીમાં જઈ પડયા ત્‍યારે તેમને ખ્‍યાલ આવ્‍યો કે આપણે ભગવાનના ખભે બંદૂક મૂકી ઈન્‍સાનો ને નિશાન બનાવી મૂરખ બનાવી ખોટું કરતાં હતા.


ભારતમાં સૌથી મોટો બિઝનેસ છે... "ધર્મ". બીજો છે... "રાજનીતિ". અને ત્રીજો છે... "દલાલી". મહત્વની વાત એ છે કે આ ત્રણેય બિઝનેસ સફેદ કપડા માં ચાલતા ટેક્સ-ફ્રી પણ છે.


- ગુણવંત શાહ ✍🏼

(ગુજરાતી ભાષા ના લોકપ્રિય લેખક અને તત્વચિંતક)

Post a Comment

0 Comments