જટાશંકર જોશીનો બત્રીસ લક્ષણો બેટો !



એક ગામમાં જટાશંકર જોશી કરીને રામજી મંદીરના હરિભક્ત પુજારી રહેતા હતા .એમનાં પત્ની જ્શોદાબેને સોળ સોમવારના વ્રત કરી મહાદેવને પૂજ્યા હશે એટલે લગ્ન પછી ઘણા વર્ષે મોટી ઉમરે જોશી મહારાજને ત્યાં પારણું બંધાયેલું અને આંખની કીકી જેવા વ્હાલા દીકરા જયાનંદનો જન્મ થયો હતો.

સ્વાભાવિક રીતે બધા મા-બાપ રાખે છે એમ આ જોશી યુગલે એમના દીકરાના ઉજળા ભવિષ્ય માટે મોટી આશાઓ રાખી હતી.જયાનંદ મોટો થતો ગયો એમ એનાં લક્ષણો જોઈને જોશી દંપતીના સ્વપ્ન મહેલના કાંગરા ખરવા લાગ્યા.જ્યાનંદ એસ.એસ.સી.ની પરીક્ષા બે ટ્રાયલ પછી પણ પાસકરી ન શક્યો. અભ્યાસ કરવાને બદલે ગામમાં બીજા રખડું મિત્રોની સોબતમાં વખત બગાડતો હતો .જટાશંકર અને એમનાં પત્ની એમના દીકરા માટે રાત દિવસ ચિંતા કરતાં.એમને એમ પણ થતું કે એ અભ્યાસ કરવાનું છોડીને કોઈ નાનો ધંધો કે નોકરી કરે તો પણ સારું.

એક દિવસ જટાશંકરના મનમાં વિચાર આવ્યો કે જયાનંદ ભવિષ્યમાં કેવો વ્યવશાય કરી શકે એમ છે એની પરીક્ષા લેવી જોઈએ.ખુબ વિચારને અંતે શું કરવું એનો એમણે મનમાં નિર્ણય લઇ લીધો.

એક દિવસ જયાનંદ સ્કુલમાં ગયો હતો ત્યારેજટાશંકર એની રૂમમાં ગયા . જયાનંદના અભ્યાસ કરવાના ટેબલઉપર એમણે આ ચાર વસ્તુઓ મૂકી–

૧.ભગવદ ગીતાનું પુસ્તક

૨.ચાંદીનો રાણી છાપ રૂપિયાનો સિક્કો

૩.વિસ્કી વાઈનની બોટલ, અને

૪.સ્ત્રીઓના બીભસ્ત ફોટાઓ વાળું એક માસિક

જટાશંકરે મનમાં નક્કી કરી લીધું કે હું જ્યાનંદની રૂમના બારણાની પાછળ સંતાઈ જઇશ અને જોઇશ કે એ સ્કુલમાંથીઆવે ત્યારે રૂમમાં આવીને પહેલી કઈ વસ્તુ ઉપાડે છે.જયાનંદ જો પ્રથમ ગીતાનું પુસ્તક હાથમાં પકડશે તો એનો એ અર્થ થયો કે એ મારા જેવો ધાર્મિક વૃતિ વાળો થશે. એ જો ચાંદીનો સિક્કો હાથમાં લેશે તો કોઈ ધંધો કરી પૈસા કમાશેએ પણ સારું થશે.પરંતુ એ જો વિસ્કીની બોટલ પકડશે તો એ આવારા,ગુંડો અને શરાબી થવાનો અને ત્યારે હે ભગવાન,મારે કેટલું નીચા જોણું થશે!આનાથી યે વધુ ખરાબ,જો એ બીભસ્ત ફોટાઓ વાળું મેગેઝીન પ્રથમ હાથમાં લેશે તો એ જરૂર છોકરીઓની પાછળ લટ્ટુ બની જીવન બરબાદ કરશે.મારું તો નામ બદનામ થઇ જશે.

જ્યાનાન્દને સ્કુલમાંથી આવવાનો સમય થયો એટલે જોશી મહારાજ બારણાની પાછળ સંતાઈ ગયા.જયાનંદ માં વડે સીટી વગાડતોરૂમમાં દાખલ થયો.જોશી મહારાજ બારણા પાછળ છુપાઈને નાની તિરાડમાંથી આતુર નજરે જોઈ રહ્યા કે મારો આ ચિરંજીવીહવે શું કરે છે?હાથમાં પકડેલાપુસ્તકોને એની બેડઉપર ઘા કરીને ફેંક્યા.ટેબલ ઉપર એની નજર જતાંઆ બધી વસ્તુઓ જોઈનેએ થોડીવાર વિચારમાં પડી ગયો કે આ કોણ મૂકી ગયું હશે!છેવટે એ ટેબલ નજીક ગયો.થોડા વિચારને અંતે એણે આ પમાણે કર્યું—

સૌથી પ્રથમ એણે ગીતાનું પુસ્તક લીધું અને બગલમાં દબાવ્યું.એ પછી ચાંદીનો સિક્કો લઈને એના પેન્ટના ખિસ્સામાં સેરવીદીધો,વિસ્કીની બોટલનો બુચ ખોલીને વિસ્કીના મોટા ઘુંટ ગળામાં ઉતારીને બોટલ ટેબલ ઉપર પાછી મૂકી દીધી.પછી પેલું સ્ત્રીઓના બીભસ્ત ફોટાવાળું મેગેઝીન લઈને બેડમાં સુતાંસુતાં એનાં પાનાઓ ઉપર રસપૂર્વક નજર ફેરવવા માંડ્યો. 


બારણાની ઓથેથી આ દ્રશ્ય જોઈ રહેલા જટાશંકર આશ્ચર્ય પામતા મનમાં બબડી ઉઠ્યા“અરે ભલા ભગવાન, મારો આબત્રીસ લક્ષણો બેટો તો લોકસભાની ચૂંટણી લડી મોટો પ્રધાન થવાનો લાગે છે! હાલના પ્રધાનોના આ ચારેય લક્ષણો એનામાં છે. હવે શું કરીશું? “

લેખક : વિનોદ આર.પટેલ

Post a Comment

0 Comments