આજની વિચાર યાત્રા

 

એકવાર ચિત્તાની દોડની સ્પર્ધા કુતરાઓ સાથે થતી હતી.

લોકો જોવા માંગતા હતા કે કોણ ઝડપી છે.

રેસ ચાલુ થઈ એટલે કુતરાઓ દોડવા લાગ્યા પણ ચિત્તો પોતાની જગ્યા પરથી એક ડગલું પણ ચાલ્યો નહીં.

બધા લોકો હેરાન હતા કે ચિત્તો એની જગ્યાએથી કેમ ઉભો નથી થતો.

લોકોએ રેસ આયોજકને પૂછ્યું કે

આ શું થઈ રહ્યું છે?

રેસ આયોજકે જવાબ આપ્યો કે મહેરબાની કરીને આ ઘટના પર નજર કરો, ક્યારેક ક્યારેક આપણે એ સાબિત કરવાની કોશિશ કરીએ છીએ કે આપણે સૌથી શ્રેષ્ઠ છીએ અને એમ કરીને પોતાનું જ અપમાન કરીએ છીએ.

આપણે બીજાની જેમ નીચા સ્તરે જવાની જરૂર નથી અને કોઈને સમજાવવાની પણ જરૂર નથી કે આપણે કેટલા શ્રેષ્ઠ છીએ.

શ્રેષ્ઠ વિચારો અને તમારી શક્તિઓનો ઉપયોગ સકારાત્મક કામોમાં લગાવો અને એ જ કરો જે તમને અનુકુળ હોય.

ચિત્તો એની શક્તિ અને ઝડપનો ઉપયોગ શિકાર કરવા માટે કરે છે નહીં કે કુતરાઓથી એ ઝડપી અને મજબૂત છે એવું સાબિત કરવા.

સંદેશ : પોતાની ક્ષમતા અને કિંમત સાબિત કરવા માટે ખોટો સમય બગાડવો નહીં.


 

આજની વિચાર યાત્રા 

શિક્ષકે એકવાર એક ખીલ્લી પાણીમાં ના

તો ખીલીનું શું થયું..??  તે ખીલી ડૂબી ગઈ

પછી બીજીવાર શિક્ષકે લાકડું નાખ્યું તો શું થયું

તે લાકડું તરવા લાગ્યું.

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન !

આમા નવું કે ચમત્કાર જેવું શું થયું?

ત્યારે શિક્ષકે ડૂબી ગયેલી ખીલી

લાકડામાં હથોડા વડે જોડી દીધી

પછી એ લાકડું પાણીમાં નાખ્યું.તો

લાકડા સાથે ખીલી પણ તરવા લાગી.

શિક્ષકે બધાને સમજાવતાં કહ્યું 

આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો , પરંતુ જો પોતાના સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ.તો આપણે તરી જઈએ

કોઈપણ રીતે, કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે જોડાયેલા રહેવું.

આપણે સહુ એક ખીલ્લી સમાન જ છીએ , કુટુંબ રૂપી લાકડામાં જોડાયેલા રહો તો ડૂબવાની ચિંતા નહી 



Post a Comment

0 Comments